શનિવાર, 31 ડિસેમ્બર, 2011

એજી હંસારાજા વરસોનો.....

ભજન :-

એજી હંસારાજા વરસોનો મૂકી વસવાટ,
                        ખોળિયા ને કીધા ખાલી રે...
મૂકી હાલ્યા રૂડી કાયાના રૂપ,
                        વિયોગે કરી નહિ વ્હાલી રે...........એજી હંસારાજા..


એજી હંસારાજા સુખ રે દુઃખમાં સંગાથ ,
                        ખાધું પીધું મોજું માણી રે,
રાજા રે ગયાને રોળાણાં રાજ ,
                        કાયા  રે  થઇ ધૂળધાણી રે ..........એજી હંસારાજા..


એજી હંસારાજા પળમાં ઉપાડી હાલ્યા પ્રાણ,
                        જાઇ ભાઈ રહ્યા સૌ જોતા રે,
હરિ તે તો કાળો રે વર્તાવ્યો કકરાટ,
                        રાતા  રે પાણીએ  રોતા રે ...........એજી હંસારાજા..


એજી હંસારાજા કાયાના કેવા રે કીધા હાલ,
                        વાંસ સુતર માં વિટરાણી રે,
લઇ સ્વજનો હાલ્યા રે સ્મસાન ,
                        બળતણ ભેળી એને બાળી રે .......એજી હંસારાજા..


એજી હંસારાજા ખોળિયા બળીને થાતાં ખાખ,
                        જીવડા સૌ જોતા રે ,
હારે રણમાં ઉડી રે એની રાખ ,
                       રજકણ મળે નહિ રોતા રે ..............એજી હંસારાજા..


એજી હંસારાજા અમૂલો હાલ્યો રે અવતાર,
                          મોત રે રાખી માથે રે ,
એનો " વિઠ્ઠલ" કરે છે  વલોપાત ,
                           હીરલો ખોયો  હાથે  રે ,...............એજી હંસારાજા..


નોધ : આ રચના મારા પિતાશ્રી ની છે.



મંગળવાર, 27 ડિસેમ્બર, 2011

હરીનો માર્ગ છે શૂરાનો......

ભજન :-
રાગ :- ધોળ....


હરીનો  માર્ગ   છે  શૂરાનો , નહિ   કાયરનું  કામ  જોને;
પ્રથમ  પેહલું મસ્તક મૂકી ,  વળતી  લેવું   નામ  જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...
સુત વિત દારા શીશ સમરપે ,તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે  મોતી  લેવા , માંહી પડ્યા  મરજીવા  જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...
મરણ  આગમે તે ભરે મૂઠી,  દિલની દુગ્ધા વામે જોને;
તીરે   ઊભો  જુએ  તમાસો, તે   કોડી  નવ  પામે  જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...
પ્રેમપંથ પાવકની જ્વાળા ,  ભાળી પાછા ભાગે  જોને;
માંહી પડ્યાં તે મહાસુખ માણે , દેખનહારા દાઝે  જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...
માથા સાટે  મોંઘી વસ્તુ , સાંપડવી  નહિ  સેહેલ  જોને;
મહાપદ  પામ્યા  તે મરજીવા , મૂકી મનનો  મેલ જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...
રામ  અમલમાં  રાતા માતા ,   પુરા  પ્રેમી  જન   જોને;
પ્રીતમના સ્વામીની  લીલા, નીરખે રજનીદિન  જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...


ટીપ્પણની:- આજથી બસો વર્ષ પૂર્વે ચરોતરના સંદેસર ગામને પાવન કરી ગયેલા અને સવાસો વર્ષ પૂર્વે વિદેહ્મુક્ત થયેલાં પરમ સંત શ્રી પ્રીતમદાસજી ની આ રચના છે.ખુબ પ્રાચીન ભજન છે.



શુક્રવાર, 23 ડિસેમ્બર, 2011

પતિત પાવન પ્રભુ .......

           રાગ : ચોપાઈ.......


પતિત પાવન પ્રભુ નામ તુમ્હારા ,
                             વંદુ ચરણું મેં વારંવારા...


ગજ ગુનીકા અજા મેળ ઉગારા,
                        મુક્ત ભયે રરંકાર પોકારા....પતિત પાવન..(૧)


શિવ સનકાદિક ઔર બ્રહ્માદી,
                        ધ્યાન ધરે અહોર્નિશ તુમ્હારા...પતિત પાવન..(૨)


નેતિ   નેતિ   નિત્ય  પોકારા,
                        ખટશાસ્ત્ર ઔર પુરાન અઢારા...પતિત પાવન..(૩)


અગમ અગોચર હે અવિનાશી ,
                       સુખરામ કહે પ્રભુ પ્રાણ પિયારા...પતિત પાવન..(૪)


નોધ : આ રચના મારા દાદા ગુરુની છે.બ્રહ્મનિષ્ઠ શ્રી સુખરામ બાપુ .મોટા ભમોદ્રા ,જીલ્લો સાવરકુંડલા.ત્યાં રામજી મંદિરમાં તેમનું સમાધી સ્થાન  છે.જેમનો ફોટો આ સાથે મુક્યો છે.




                              

સોમવાર, 19 ડિસેમ્બર, 2011

અબ સોપ દિયા ઇસ જીવનકા.....

: પ્રાર્થના :


અબ સોપ દિયા ઇસ જીવનકા, સબ ભાર તુમ્હારે હાથોમે ;
હૈ  જીત તુમ્હારે  હાથો  મે , ઔર  હાર તુમ્હારે  હાથો  મે .


મેરા નિશ્ચય બસ  એક યહી ,એક બાર તુમ્હે  પા જાઉં  મૈ;
અર્પણ કર દુ દુનિયા ભરકા, સબ પ્યાર તુમ્હારે હાથો મે .


મેં જગ મેં રહું તો ઐસે રહું, જ્યો જલમે કમલ કા ફૂલ રહે;
મેરે સબ ગુણ દોષ સમર્પિત હો, કર્તાર તુમ્હારે હાથો  મેં.


યદી માનવ કા મુઝે જન્મ મિલે,તો તવ ચરણો કા પુજારી બનું;
ઇસ પૂજક કી ઈક ઈક રગ કા, હો તાર તુમ્હારે હાથો મેં.


જબ જબ સંસાર કા કૈદી બનું, નિષ્કામ ભાવ સે કર્મ કરૂં;
ફિર અંત સમય મેં પ્રાણ તજુ, સાકાર તુમ્હારે હાથો મેં.


મુઝમે તુઝમે બસ ભેદ યહી, મેં નર હું તુમ નારાયણ હો;
મૈ  હું સંસાર કે  હાથો  મેં ,  સંસાર  તુમ્હારે  હાથો   મેં ..

મંગળવાર, 13 ડિસેમ્બર, 2011

એક દિન જુદું પડવાનું....

  - : ભજન : -
 રાગ :- મુખથી હરિનામ ન લીધું.....


જન્મ્યા છે સૌ મારવા માટે , એક દિન જુદું પડવાનું ;
મોત નક્કી છે સૌની માથે ,  એમાં શીદ ને રડવાનું....ટેક ...


લેણ દેણ  ના સંબંધે  સૌને , ભાગ્યે   ભેળું   થાવાનું ;
છેવટ કોઈ કોઈનું નથી રે , ભેળું કોઈ નહિ બળવાનું .. એક દિન જુદું પડવાનું...


ભલે કરી તમે ખુબ કમાણી, રહી ગયું સાચું રળવાનું;
જે  રળેલું સાથે આવે એવું , ભાતું  પુણ્યનું  ભરવાનું... એક દિન જુદું પડવાનું...


માત પિતા ભાઈ ભગિની, એતો મારુમારું કરવાનું ;
કોઈ ના આવ્યું છેવટ સાથે ,  એકલ  તારે  જવાનું ... એક દિન જુદું પડવાનું...


પંખીડાનું  આ  પીંજર મૂકી,  આંખ  પલક માં ઉડવાનું;
'વિઠ્ઠલ' કે આ વિયોગ વસમો, ભવમાં ભેરુ નહિ થાવાનું... એક દિન જુદું પડવાનું...

નોધ : આ રચના મારા પિતાશ્રી ની છે.આ ભજનમાં સાચી સમજણ ની વાત કરી છે.માણસ ગમે તેવો મહાન,વીર,મહાવીર, રંક કે રાય  હોય દરેક ને મૃત્યુ નક્કી છે અને તે પણ એકલા જ જવાનું છે.ના કોઈ સાથે આવે છે કે જાય છે.આ ભજન બોધક છે .