- : ભજન : -
રાગ :- મુખથી હરિનામ ન લીધું.....
જન્મ્યા છે સૌ મારવા માટે , એક દિન જુદું પડવાનું ;
મોત નક્કી છે સૌની માથે , એમાં શીદ ને રડવાનું....ટેક ...
લેણ દેણ ના સંબંધે સૌને , ભાગ્યે ભેળું થાવાનું ;
છેવટ કોઈ કોઈનું નથી રે , ભેળું કોઈ નહિ બળવાનું .. એક દિન જુદું પડવાનું...
ભલે કરી તમે ખુબ કમાણી, રહી ગયું સાચું રળવાનું;
જે રળેલું સાથે આવે એવું , ભાતું પુણ્યનું ભરવાનું... એક દિન જુદું પડવાનું...
માત પિતા ભાઈ ભગિની, એતો મારુમારું કરવાનું ;
કોઈ ના આવ્યું છેવટ સાથે , એકલ તારે જવાનું ... એક દિન જુદું પડવાનું...
પંખીડાનું આ પીંજર મૂકી, આંખ પલક માં ઉડવાનું;
'વિઠ્ઠલ' કે આ વિયોગ વસમો, ભવમાં ભેરુ નહિ થાવાનું... એક દિન જુદું પડવાનું...
નોધ : આ રચના મારા પિતાશ્રી ની છે.આ ભજનમાં સાચી સમજણ ની વાત કરી છે.માણસ ગમે તેવો મહાન,વીર,મહાવીર, રંક કે રાય હોય દરેક ને મૃત્યુ નક્કી છે અને તે પણ એકલા જ જવાનું છે.ના કોઈ સાથે આવે છે કે જાય છે.આ ભજન બોધક છે .

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો