પેટ દિધુ એ પોષણ કરશે....ટેક..
જન્મ્યા પહેલા જગત નાથે , દેહમાં સર્જ્યું દૂધ રે,
હાડમાંસ ને રુધિ માંહી , પોષણ આપ્યું શુધ્ધ રે ...પેટ...
કીડી ને કણ હાથી ને મણ , પંખી ને ચણ ચારો રે ;
ખાવીંદે સૌનો ખટકો રાખી, ટંકે ટંકે એ દેનારો રે :......પેટ...
માંસાહારી પશુના માંસ , નથી કોઠીએ ભર્યા રે ;
પુરણહારો ત્યાં પહોચાડે , ભૂખે કદી નો માર્યા રે :......પેટ ...
અસંખ્ય જીવો અવનીપર, પેટ ભરા સૌ પ્રાણી રે;
દાસ " વિઠ્ઠલ " કે દેવાવાળાની, જુગતિ કોઈએ ન જાણી રે:..પેટ....
સંપાદન કર્તા : ભરત વાઘેલા .
આ રચના મારા પિતાશ્રીની છે...તેમનો ફોટો આ સાથે રજુ કર્યો છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો