શનિવાર, 10 ડિસેમ્બર, 2011

માણસ કહેતા શરમ આવે .....

માણસ કહેતા શરમ આવે મને, તેને કોણ સમજે ને સમજાવે....ટેક..


દુર દુર દેખાતા ડુંગર, ઘણાં રળીયામણા લાગે મને ;
પ્યારમાં આપેલા બોલ બધા, છેતરામણા લાગે મને...માણસ કહેતા...


સફેદ કપડામાં ફરતાં, કાળા કામ કરતાં લાગે મને;
પેલા શાંતિના દૂત ઉડતા,આકાશે સાચા લાગે મને.....માણસ કહેતા...


પેલા છો પગાને સમજાવતા,ખુબ સહેલું લાગે મને;
આ માણસને સમજતા, આંખે  અંધારા  આવે  મને......માણસ કહેતા...


આકાશે ઉડતો જાણે લાગે,પંખીની જમાતનો મને;
કરે કામ તે એવા જયારે, માણસ કહેતા શરમ આવે મને.માણસ કહેતા...


( મારી સ્વ-રચિત કવિતા છે...ભરત વાઘેલા ..)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો