શનિવાર, 10 ડિસેમ્બર, 2011

કોણ સગોને કોણ સંગી.....???????

કોણ સગોને કોણ સંગી, છેવટની બધી વ્રથા જુઠી..

રમતો  હતો  હું  રેતમાં , ઘર  ડુંગર  બનાવતો ;
બાળપણ બહુ હેતાળું ,  વર  વહુ  રમતો  હતો...કોણ સગોને..

ના  હતી કોઈ  મલિનતા , ના  કોઈ કપટ કે સ્વાર્થ ;
આજે જ્યાં જોવું ત્યાં કપટ, ના મળે ક્યાય પરમાર્થ ..કોણ સગોને..

તમે આવ્યા અને અમે આવશું, મેળવ્યો પછી હિસાબ ;
કાવાદાવા કરી ખુબ કમાયો ,  મેળવ્યા પછી  ખિતાબ..કોણ સગોને..

આવ્યું ઘડપણ ઢુંકડુ ને, માયા મમતા ખુબ વધી;
સમય મળે પત્તા રમે, કુટુંબ કબીલે  સમતા  ઘટી ..કોણ સગોને..

જેને  ખોળે  રહી  ઉછળ્યો , મૂકી ચાલ્યા ઘરડા ઘર;
"ભરત' કે સાચો સગો રામ , છેવટની કમાણી  ભર..કોણ સગોને...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો